Services: +91 8000 561 888
Web Contact: +91 8000 561 888
  •  image1image

Kadamgiri

Contact Us

Kadamgiri

 

વેદમાં જે દસ મહાવિદ્યાની વાત કરવામાં આવી છે તે દસમી વિદ્યા કમલા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ત્રણ સ્થાનો પૈકી કદમગિરિ (કોળાંબો) પરથી પર બિરાજમાન શ્રી કમળા તરીકે પૂજાય છે. કદમગિરિ મહાતિર્થ લક્ષ્મી ઉપાસનાનું પરમ શિખર છે. આ દેવીએ વિષ્ણુની અધોગના બનવા ફાગણ સુદ ૧૪ના દિવસે અગ્નિ જ્યોતિમાં વિલીન થઇને પોતાના દેહની હુતાશની કરી તે દિવસથી કમળા હુતાશની તરીકે ભારત વર્ષમાં પ્રખ્યાત થયા. કામળીયા આહિર જ્ઞાાતિ અને કામળીયા ગોરના તેઓ કુળદેવી તરીકે શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. ભાવનગર જીલ્લાના પાલીતાણા પાસે આવેલ કદમગિરિ (કમળાઇ માતાજી)ની જે જગ્યા છે, ત્યાં વરસો પહેલા પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો. કાળક્રમે જળના સ્થાને પર્વતોનું નિર્માણ થયું, ત્યાં જૈન તિર્થો આવેલાં હોઇ, એ જૈનોના સિદ્ધક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. આપણા શાસ્ત્રમાં જે જંબદ્વિપ ક્ષેત્રની વાત આવે છે, એ ક્ષેત્ર તે પણ આ જ કદમગિરી જ. પૂજ્યપાદ શાસન સમ્રાટ સુરીચક્રવર્તી અને શ્રીમદ્દ વિજયનેમિસુરિજી મહારાજની યશોગાથા ગાતું મહાતીર્થ એટલે શત્રુંજય ગિરિપર્વતની સજીવન ટૂંક, અને એ જ આપણું કદમગિરિ મહાતીર્થ ક્ષેત્ર. ઉપર્યુક્ત બે જૈનસુરીઓએ રચેલાં ગ્રંથ શ્રી શત્રુંજય મહાત્મ્યમમાં કદમગિરિનો મહિમા વર્ણવ્યો છે. શ્રી ઋષભદેવ પ્રભુનાં શ્રીનાભ નામે ગણધર ભગવંત જ્યારે આ કદમગિરિ પર પધાર્યા ત્યારે શ્રી ભરત ચક્રવર્તી પણ ત્યાં આવેલા, તેમણે વંદનાપૂર્વક તે ગણધર ભગવંતને પ્રશ્ન કરેલો કે, ભગવાન, આ પર્વતની આટલી બધી ખ્યાતી થઇ છે ? આનો પ્રભાવ શો છે ? આના પ્રત્યુતરમાં ભગવંતે ફરમાવ્યું કે, ગઇ ચોવીશીના ચોવીશમાં જિનેશ્વર સંપ્રતિ પ્રભુ હતા. તેમના ગણધરનું નામ કદમ્બ હતું, તેઓ આ પર્વત પર, એક કરોડ મુનિવરો સાથે મોક્ષપદને વર્યા હતાં. તે પછી આ પર્વત કદમગિરિના નામે પ્રખ્યાત થયો છે. આ વૃતાંત કહીને ભગવંતે તે પર્વતનો વિશિષ્ટ મહિમા વર્ણવ્યો છે અને છેવટે ઉમેર્યું કે, કાળનાં હ્રાસ સાથે આનો પ્રભાવ ઘટવાનો છે, શત્રુંજયના અન્ય શિખરોની જેમ જ આ શિખર પણ કલુષનો નાશ કરનારૃ છે જ, તે રીતે તે બેય જન્મો સુધારનારૃં છે અને તેથી તેની ખ્યાતિ પુનઃ ખુબ વધશે. આ સાંભળીને પ્રસન્ન થયેલાં ચક્રવર્તીએ ત્યાં ઇન્દ્રની અનુમતિ પ્રાપ્ત કરીને શ્રી મહાવીર પ્રભુનો ભવ્ય પ્રસાદ નિર્માણ કરાવ્યો આ થઇ ચોથા આરાની વાત. હવે વાત એમ છે કે, જ્યાં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે કે જે દંબુદ્વિપ તથા અઢીદ્વિપના નામે ઓળખાઇ છે. કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં પણ બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદ્વિપના નામે ઓળખાય છે અને જ્યાં સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું તે જ જગ્યા છે. કે જ્યાં મહાલક્ષ્મીનો પ્રાદુર્ભાવ સૌપ્રથમ આ જગતમાં થયો હતો. એ જ જગ્યા છે. જેનો ઉલ્લેખ પરામ્બા વિલાસ નામનાં પુસ્તકમાં મળે છે. આ દેવી કદબવાસિની કમલાસનાં છે. દેવી પુરાણોક્ત તેનું સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગિરિ ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથું સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિધ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રું નદીને કાંઠે ચોકથાણા પાચેનાં બોદાનાનેસ પાસેનાં પહાડમાં છે. તે પહાડને કદમગિરિ ગામ તરીકે ઓળખાય છે. પણ ૬૦-૭૦ વર્ષ પહેલાં તે ગામ બોદાના નેસ તરીકે ઓળખાતું હતું. ગામનું નામ બદલાયું પણ પહાડનું નામ એનું એજ છે. (રેવન્યું દફતરે તો હજુ એ બોદાનેસ તરીકે જ છે.) કદંબવનવાસિની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમ્બ (કર્દમ) ગિરી કહે છે. કાલે સાધકો જે મહાન સિદ્ધો હોય છે તે પહાડ ઉપર શિખરે જતાં પુર્વમાં ડાબી તરફ લીમડાનું પુરાણું ઝાડ હતું. ૭૦ વર્ષ પહેલાં તે સ્થાને ઉંડી બખોલો હતી. જેમાં રહી તે સંતો અહી ઉપાસનાં કરતા હશે ? આ દેવીની મુર્તી નથી. પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે. આ સંપ્રદાયના લોકો તેમના માતા હોવાથી તેની સિધ્ધિ માટે ત્યાં સાધના કરતાં હોય છે.આ પહાડને સંસ્કૃતમાં કૌલંબા (કૌલ+અંબા+કૌલ સાધૂની અંબા) એમ કોળાંબો કહેવામાં આવે છે. તેને કમળા ભવાની કહે છે અને કદમગિરિનું ગ્રામ્યભાષાનું અસલી નામ કોળાંબો છે. ત્યાંના સ્થાનિક વતનીઓ આજે પણ આ ડુંગરને કોળાંબો કહે છે તેમ પારાશર્ય વેદ અધ્યાત્મ સંશોધન કેન્દ્રના ભરત વ્યાસે જણાવ્યું હતું.